૨૪ વર્ષ સુધી માં ભોમની સેવા કરીને આ જવાન માદરે વતન પાછા આવ્યા તો પરિવારના લોકોએ અને ગામના લોકોએ તેમને જીપમાં બેસાડીને ગામ સુધી ફૂલો વરસાવી, નારાઓ બોલીને નાચતા નાચતા ભવ્ય સ્વાગત કર્યું.

દેશના લોકોની સેવા કરવા માટે આપણી સેનાના જવાનો ચોવીસે કલાક તેમના ઘરેથી દૂર રહીને દેશના લોકોની સેવા કરતા હોય છે. આજે ઘણા એવા જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થઇ જતા હોય છે અને તેમની શહીદીનું આપણને બધા જ લોકોને ઘણું દુઃખ પણ લાગતું હોય છે.

આજે આપણે એક એવા જ જવાનની કહાની વિષે જાણીએ અને તેઓ હાલમાં તેમની સેવા પુરી કરીને નિવૃત થયા છે.આ જવાનનું નામ કેપ્ટન યોગેન્દ્ર સિંહ યાદવ છે જેઓએ દેશની ૨૪ વર્ષની સેવા કરી છે.

હાલમાં તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ નિવૃત થયા હતા અને તેઓ જયારે તેમના વતને બુલંદશહરમાં તેમના ગામમાં પાછા આવ્યા તો તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ દેશ માટે તેમના જીવની ચિંતા કર્યા વગર જ દેશની સેવા કરી છે. તેઓને સન્માનમાં પરમ વીર ચક્ર પણ એનાયત કરવામાં આવ્યો છે.

તેમનું ગામ ઔરંગાબાદનું આહિર ગામ છે અને તેઓ સેવા કરીને માદરે વતન પાછા આવ્યા તો તેઓનું બાઈકથી ૨૦ કિલોમીટરની યાત્રા કાઢી હતી. તે યાત્રા દરમિયાન જવાન એક જીપમાં હતા અને તેમની પર ફૂલો વરસાવ્યા હતા અને જવાનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેઓ વર્ષ ૧૯૯૯ માં દેશની એવી સેવા કરી હતી કે તેમને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા અને તેઓ પછી હાલમાં તેમની વયનિવૃત્તિથી સેવા આપીને પાછા ઘરે આવ્યા તો તેમના ગામના લોકો ખુબ જ ખુશ હતા અને તેમનું જોરદાર સ્વાગત કરીને પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!