હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી, સાથે સાથે બીજા વાવાજોડાનો ભય ઉત્પન્ન થયો.

બે દિવસ પહેલા આવેલા તાઉતે વાવાજોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહી મચાવી છે. તાઉતે વાવાજોડાના કારણે કુલ 19 લોકોમાં મૃત્યુ થયા છે. આ સાથે જે જગ્યા એથી વાવજોડું પસાર થયું ત્યાંથી તબાહીના અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમાચારની વચ્ચે હવે બીજા એક સમાચાર આવ્યા છે કે 5 દિવસ પછી બીજું એક વાવડોળું આવવાનું છે.

હવામાન વિભાગ દ્વારા 23 અને 24 મેં દરમિયાન આ વાવાજોડું બંગાળની ખાડી સાથે ટકરાશે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 23 અને 24 મેં દરમિયાન ભારે વરસાદ થવાની આગાહી આપી છે.

આ વાવજોડાનું નામ યસ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં વાવજોડું ઉત્પન્ન થઇ શકે છે.

આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વાતવરણીય પરિસ્થિતિ વાવાજોડાને અનુરૂપ છે. જેથી 23 થી 24 મેં દરમિયાન બીજું એક વાવાજોડું આવી શકે છે.

આ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તાઉતે વાવજોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી છે અને હવે આ બીજા વાવજોડાના આવવાના સમાચાર સંભારીને લોકો ખુબજ ચિંતામાં પડ્યા છે.

error: Content is protected !!