અચાનક ૨૨ વર્ષ પછી ખોવાયેલો ઘરનો દીકરો પાછો આવી ગયો તો પરિવારના હોશ જ ઉડી ગયા.
તમે એવા ઘણા કિસ્સાઓ સાંભર્યા હશે કે ખોવાયેલા લોકો ઘણા વર્ષ પછી તેમના પરિવારને પાછા મળી ગયા હોય. ત્યારે જયપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં 22 વર્ષ પહેલા ગાયબ થયેલો યુવાન અચાનક તેના ઘરે પરત ફળ્યો.
આ વ્યક્તિનું નામ બરકત હતું. 22 વર્ષ પહેલા કોઈને કઈ કહ્યા વગર તેના ઘરેથી નીકળી ગયો હતો. પરિવારે તેને ઘણો શોધ્યો પણ તે ના મળ્યો તેથી પરિવારે તેને મૃત માની લોધો હતો.
સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. પોલીસે તેને કારણ વગર રસ્તા પર ફરતો જોયો. તેને પોતાની બધી કહાની કીધી અને તેને પોતાનું સરનામું કહ્યું તો પોલીસે તેના પરિવારને સંપર્ક કર્યો. ત્યારે બરકતનો મોટો ભાઈ અને તેનો ભત્રીજો તેને લેવા માટે પોલીસ સ્ટેશને પહોંચી ગયા.
બરકતની માનસિક સ્થિતિ સારી નથી તે ઘણા વર્ષોથી મસ્જિદમાં રહેતા લોકડાઉનના સમયમાં તેને ફરતા જોઈ પોલીસે તેને પૂછ્યું તો તેને પોતાનું સરનામું કહ્યું અને તેને તેના ઘરે પહોંચાડી દીધો અને તે 22 વર્ષ પછી પોતાના પરિવારને મળશે. બરકતનો પરિવાર ખુબજ ખુશ છે. હોય જ ને કારણ કે ઘરનો દીકરો 22 વર્ષ પછી પાછો ઘરે આવશે.