દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આ યુવાને પોતાની 22 લાખની કાર વેચી નાખી
આખા દેશમાં કોરોનાએ પોતાનો કાળો કહેર વરસાવ્યો છે.ઓકસીજનની અછતથી દર્દીઓ તડપી રહ્યા છે.આવામાં મહારાષ્ટ્રના મુંબઈની પરિસ્થિતિ ખુબજ ખરાબ છે.શાહનવાઝ શેખ નામનો યુવાન લોકો માટે મસીહા બનીને આવ્યો છે.
મુંબઈના મલાડમાં રહેતો આ યુવાન હાલ મુંબઈમાં ઓક્સિજન મેનના નામથી ઓળખાઈ રહ્યો છે.શાહનવાઝ શેખ કોઈ પણ દર્દીનો ઓક્સિજન માટે ફોન આવે ત્યારે તેને તરત જ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.
શાહનવાઝ શેખએ લોકોની મદદ કરવા માટે પોતાની 22 લાખની કાર પણ વેચી દીધી છે.તેને પોતાની કાર વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી તેને ઓક્સિજનની ૧૬૦ બોટલ ખરીદી હતી.શાહનજાવ શેખ એ જણાવ્યું કે લોકોની મદદ કરવા માટે મારી જોડે પૈસા ખૂટી પડ્યા હતા એટલે મેં મારી કાર વેચવાનો નિર્ણય લીધો હતો.
શાહનવાઝ શેખ એ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં તેના મિત્રની ગર્ભવતી પત્ની ઓક્સિજનના અભાવથી રીક્ષા માંજ મૃત્યુ પામી હતી.ત્યારથી જ મેં જરૂરી લોકો સુધી ઓક્સિજન પોહંચાડવાનું નક્કી કર્યું હતું.
શાહનવાઝ શેખએ લોકોની મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.અત્યારે પરિસ્થિતિ ખુબજ ખરાબ છે જાન્યુઆરીમાં ઓક્સિજન માટે 50 ફોન આવ્યા હતા અને અત્યારે 500 થી 600 ફોન આવી રહ્યા છે.
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અમે 20 ટાકા લોકોની જ મદદ કરી શકીયે છીએ.શાહનવાઝ શેખએ કહ્યું કે મારી પાસે અત્યારે 200 ઓક્સીજન સિલિન્ડર છે.અમે જરૂરિયાત મંદ લોકોના ઘરે પણ ઓક્સિજન સિલિન્ડર પોહચાડીએ છીએ.