આ ભાઈની પાસે ૫ રૂપિયાએ નથી ઘર ચલાવવા માટે અને તેના પગનું ડ્રેસિંગ કરવા માટે, તેની પરિસ્થિતિ સાંભરીને તમે પણ રડી પડશો..
આ દુનિયામાં કેટલાય લોકોને તેમનું જીવન જીવવાની માટે ઘણી મોટી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, તેની સાથે સાથે લોકોને એક ટાઈમનું પણ ખાવાના ફાંફા પડી જતા હોય છે. જો તમે તે વ્યક્તિની પરિસ્થિતિ ખરેખર જોવો તો તમને ખબર પડે કે તેઓ તેમના ગુજરાન ચલાવવાની માટે કેટલી મહેનત કરતા હોય છે.
તેવો જ એક કિસ્સો ભાવનગરમાં રહેતા આ ભાઈનો છે જેમનું નામ ધિરણભાઇ છે, તેઓ છેલ્લા ૪ વર્ષથી પથારી વશ છે. જેમાં તેઓ મોટા દુખાવાનો સામનો પણ કરી રહ્યા છે. તેની સાથે સાથે તેઓ જે પથારીમાં પડ્યા છે તે પથારીમાં જ તેમની બધી પ્રક્રિયા કરે છે. તેમનાથી ચલાતુ નથી કેમ કે, હું એક ટ્રક મૂકીને બાઈક લઈને આવતો હતો અચાનક એક બીજા ટ્રક વારાએ મને ટક્કર મારી દીધી હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મારો પગ તૂટી ગયો હતો અને ચાર વર્ષ પહેલા આ બનાવ બન્યો હતો અને તેનો સામનો હાલ પણ હું કરી રહ્યો છું. એક ની એક જગ્યાએ મેં ૫ ઓપરેશન કરાવ્યા છે.
આ ભાઈ એક રોડની ઉપર ઝૂંપડું બાંધીને તેમના બાળકો અને તેમના પત્નીની સાથે રહી રહ્યા છે. તેવામાં આ ધિરણભાઇનું એવું કહેવું છે કે, તેઓ તેમના ગુજરાન ચલાવવાની માટે પણ બહુ જ મોટી તકલીફોનો સામનો કરી રહ્યા છે અને તેઓ એવું કહે છે કે ,તેમને કોઈક ખાવાનું આપે તો તેઓ ખાય છે.
આ છોકરાઓ કોઈકના કામ કરે તો ૧૦ રૂપિયા કોઈક આપે અને તેનું ખાઈ ખૂટતું હોય તે લાવીએ છીએ અને ઘર ચલાવીએ છીએ. આ પગમાં રાત્રે બે વાગે એટલે જોરદાર દુખાવો ઉપડે છે
અને તેથી આખી રાત પછી મારે અમને આમ બેસી રહેવું પડે છે ઊંઘ જ નથી આવતી. મને એવું લાગી રહ્યું છે કે હું એક લાવારીશની જિંદગી જીવતો હોય તેવું મને લાગી રહ્યું છે, કેમ કે મારા ઘરમાં બીજું કોઈ મોટું છે જ નઈ. આ ભાઈની પાસે ડ્રેસિંગ કરવાના પૈસા પણ નથી. ખરેખર આ ભાઈ એક મોટી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.