આ કંપનીએ એવી જાહેરાત કરી કે, જે કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થશે તેના પરિવારને બે વર્ષ સુધી પગાર અપાશે.
સમગ્રદેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, અને આ મહામારીમાંથી બચવુંએ સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું તે એક ઉપાય બની ગયો છે. આ કોરોનાએ કેટલાય લોકોને નોકરી વિહોણા કરી દીધા છે, તેથી તેઓ હાલમાં આર્થિક રીતે ઘણી મોટી તકલીફોનો સામનો કરી રહ્યા છે.
તેવામાં આપણા કોરોના યોદ્ધાઓની માટે પણ સરકારે કેટલીક રાહત પણ કરી આપી છે. તેવામાં કેટલીક કંપનીઓ પણ હાલમાં તેમના કર્મચારીઓની મદદે આવી ગઈ છે. જેમાં કંપનીએ સ્પેશિયલ કોરોના લિવ ચાલુ કરી દીધી છે.
આનાથી પણ બે પગલાં આગળનું કામ બોરોસીલ લિમિટેડ અને બોરોસીલ રિનિવેબલએ એક અનોખી રાહત આપવાનું ચાલુ કર્યું છે. જેમાં કંપનીએ કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને બે વર્ષ સુધી પગાર આપવાનું વચન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ કંપનીએ જણાવ્યું હતું કે, જે કર્મચારી કોરોનાથી મૃત્યુ પામશે તેને કંપની બે વર્ષ સુધી વળતળ આપશે, તેની સાથે સાથે જે કર્મચારીને સુવિધા મળતી હતી તે તેના પરિવારને પણ મળશે.
જો આ કર્મચારી તેના પરિવારમાં મોભી હશે અને તેના છોકરાઓનું ભણતરના બગડે તેની માટે તે છોકરાઓનું ગ્રેજ્યુએશન સુધી ભણવાનો ખર્ચો કંપની ઉપાડશે. આમ આ કંપની આવી રીતે તેના કર્મચારીઓની સેવા કરી રહી છે.