એક અભણ છોકરી કે જે દિવસના ૨ રૂપિયા કમાતી હતી જે આજે ૨૦૦૦ કરોડની માલિક છે.

જે મહિલાની અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તે ના તો ભણેલી છે ના તો કરોડપતિની દીકરી છે. તો પણ આજે પોતાની હિંમતના કારણે 2000 કરોડની કંપનીની માલિક છે. આ મહિલાનું નામ કલ્પના સરોજ છે.

તેમનું લગ્ન ફક્ત 12 વર્ષની ઉંમરમાં થઇ ગયું હતું. તે ભણવા માંગતા હતા પણ લગ્નના કારણે તે વધારે ભણી ના શક્યા. સાસરીમાં તેમને નાતો સરખું ખાવાનું મળતું ના તો પહેરવા માટે સારા કપડાં અને સાસરીવાળા ખુબજ ત્રાસ આપતા હતા.

એકવાર સરોજના પિતા તેમને મળવા માટે લગ્નના 6 મહિના પછી તેના ઘરે ગયા પોતાની દીકરીની આવી હાલત જોઈ ને પિતાને દયા આવી ગઈ અને તેને ઘરે પાછી લઇ આવ્યા. ઘરે તો આવી ગયા પણ લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા.

કંટાળીને સરોજે જીવન ટૂંકાવી દેવાનું નક્કી કર્યું ત્યારે સરોજના પિતાના એક મિત્રએ તેને કહ્યું કે જો તું આવું કરીશ તો લોકો કેહશે કે જરૂર આને કઈ ખોટું કામ કર્યું હશે. આ વાત સાંભરીને સરોજનુ મન બદલાઈ ગયું અને તે પોતાની માટે નોકરી શોધવા લાગી પણ ભણતર ઓછો હોવાના કારણે કોઈ જગ્યાએ તેમને નોકરી મળી નહીં.

સરોજે તેની માતાને કહ્યું કે મને મુંબઈ જવા દો હું ત્યાં જઈને કઈ કામ કરી લઈશ પરિવારે ઘણો વિચાર કર્યા પછી સરોજને મુંબઈ મોકલી સરોજે દિવસના 2 રૂપિયા અને મહિને 60 રૂપિયા પગારમાં નોકરી ચાલુ કરી આવુંને આવું 3 વર્ષ સુધી ચાલ્યું.

પરિવારમાં પૈસાની તંગી સર્જાતા સરોજે નક્કી કર્યું કે હવે કઈ કરવું પડશે. 50 હજારની લોન લઈને પોતાનો નાનો ધંધો શરુ કર્યો અને સાથે સાથે બેરોજગાર યુવાનોને રોજગાર પણ આપ્યો આનાથી તેમનું સારું નામ થઇ ગયું.

ઘીરે ધીરે તે કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યા લોકોને ના ગમ્યું કે એક ગરીબ મહિલા એવી કેવી રીતે આ લાઈનમાં આવી જાય પણ હિંમત હાર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. જે છોકરી કે જે દિવસના 2 રૂપિયા કમાતી હતી

આજે તે 2000 કરોડની માલિક છે. જેના માતા પિતાને કોઈ પૂછતું ન હતું આજે મુંબઈમાં તેના માતપિતાના નામથી બે રોડ છે. જે છોકરી 6 પૈસા બચાવવા ચાલીની જતી હતી એ આજે કરોડોની ગાડીઓમાં ફરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!