પરિવારમાં દીકરો ના હોવાથી ૭૩ વર્ષની માતાનું મૃત્યુ થયું તો તેમની બે દીકરીઓ માતાની અર્થીને કાંધ આપી અંતિમ સંસ્કાર કરીને દીકરાની ખોટ પુરી કરી…

આજે દરેક સમાજની દીકરીઓ દેશભરમાં આગળ વધી રહી છે અને દરેકે દરેક સમાજનું નામ પણ રોશન કરી રહી છે. બધા જ લોકોએ હાલ સુધીમાં ઘણા એવા કિસ્સાઓ વિષે સાંભળ્યું જ હશે, આજે એક એવા જ માનવતાના દાખલા વિષે જાણીએ.

આ કિસ્સો પાટણમાં બન્યો છે જ્યાં માતાની અર્થીને કાંધ આપીને દીકરીઓએ પુત્રની ભૂમિકા નિભાવી છે.આજે ઘણા એવા પરિવારોમાં દીકરીઓ જ પરિવારના દીકરા બનીને પરિવારોનું ગુજરાન ચલાવતી હોય છે અને આવા કેટલાય દાખલો આપણને જોવા મળે છે.

એવામાં હાલ પાટણના ખત્રી પરિવારની દીકરીઓએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પાટણમાં ટાંકવાડા ખાતે રહેતા નલીનીબેનનું હાલમાં અવસાન થઇ ગયું હતું, પરિવારમાં કોઈ દીકરો નથી.

નલિનીબેનને બે દીકરીઓ છે એકનું નામ કવિતાબેન અને ભાવિનીબેન, જયારે માતાના મૃત્યુના સમાચાર બંને દીકરીઓએ સાંભળ્યા તો પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ બંને દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપીને પાટણના પદ્મનાભ મુક્તિધામમાં લઇ જઈને માતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

antim sankar karya hata

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બધા જ લોકોની આંખો ભીની હતી.આજે દીકરીઓ દીકરા સમાન છે એવું એક ઉદાહરણ કવિતાબેન અને ભાવિનીબેને પૂરું પાડ્યું છે, આ દીકરીઓએ સાબિત કરી દીધું કે દીકરીઓ જ દીકરાઓ સમાન છે અને દીકરીઓ ગમે તે ક્ષેત્રે આગળ પણ વધી શકે છે. આમ સમાજમાં દીકરીઓ પણ દીકરાઓની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!