૧૮ વર્ષ નોકરી કર્યા પછી પણ આજે રોડ પર રહેવા મજબુર બની ગયા, ૯૨ વર્ષના દાદા…

આપણે જાણીએ છીએ તેવી જ રીતે આપણા હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી તેવી જ રીતે આ દુનિયામાં દરેકે દરેક વ્યક્તિને તેના જીવનમાં કંઈકને કંઈક તકલીફ હોય જ છે,લોકો તેમના જીવનની આ તકલીફોને દૂર કરવાની માટે અડગ બનીને સામનો કરતા હોય છે.

તેવા જ એક વ્યક્તિ જે સુરત શહેરમાં જ્યાં એક દાદા તેમનું જીવન રોડ ઉપર રહીને ગુજરી રહ્યા છે તેમની હાલમાં ઉંમર ૯૨ વર્ષની છે અને તેઓ પહેલા ગામડે રહેતા હતા ને ત્યારબાદ તે ૧૮ વર્ષ સુધી બેંગ્લોરે પણ જઈને આવ્યા છે

તેઓ ત્યાં રસોઈ બનાવતા હતા અને ત્યાં તેમનું ગુજરાન ચલાવતા હતા.ત્યારબાદ કોઈ કારણસર તેઓ પાછા અહીંયા આવી ગયા હતા.હાલમાં તેમના પરિવારમાં બીજું કોઈ જ નથી અને તેથી કરીને તેઓ આશ્રમમાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં આશ્રમ બંધ હોવાથી તેમને રોડ ઉપર રહીને તેમનું ગુજરાન ચલાવવું પડે છે.

આ દાદાનું અઢી વર્ષ પહેલા એક્સિડન્ટ પણ થયો હતો,જેથી તેમના પગમાં પ્લેટ મૂકાવેલી છે અને તેને કાઢવાના પૈસા પણ દાદાની પાસે નથી.તેથી તેમને સરખી રીતે ચાલતું પણ નથી.તેઓને ગોરીના આધારે ચાલવું પડે છે.

તેમનો આખો પરિવાર ભગવાન જોડે છે અને તેમનાથી આ દાદાને તેમનું જીવન ગુજારવા રોડ ઉપર રહીને કાઢવું પડે છે.આ દાદાનું કહેવું છે કે,તેમને ખાવા માટે જો કોઈ પૈસા આપી જાય તો ખાઈ લાઉ છું. દાદા હાલમાં મોટી ભયાનક સ્થિતિમાં રહીને તેઓનું ગુજરાન ચલાવી રહ્યા છે તે જોઈને આપણને પણ રડું આવી જશે.

error: Content is protected !!