સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં આ ઘટના પહેલીવાર બની.

આજે અમે તમને સારંગપૂર મંદિરના 172 વર્ષેના ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના વિષે જણાવીશું. કષ્ટભંજન સોનાના સિંહાસન પર બેસીને પોતાના ભક્તોની બધી જ મનોકામના પુરી કરે છે.

કહેવામાં આવે છે કે કષ્ટભંજન મંદિરમાં આવનાર દરેક ભક્તોની તકલીફો દૂર થાય છે. આ મંદિરમાં પગ મુકવાની સાથે જ ખરાબ નજર અને શનિના દોષથી છૂટકળો મળે છે.

કષ્ટભંજન હનુમાન દાદાના પરચા આજે પણ લોકોને મળે છે. ગુજરાતના ખોબા જેવડા ગામ સારંગપુરમાં વિશ્વ વિખ્યાત હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સમ્પ્રદાય દ્વારા નાખવામાં આવ્યો હતો.

ગોપાળાઆનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. આ મંદિર ભૂતપ્રેતના નિવારણ માટે ખુબજ પ્રખ્યાત છે. જો કોઈ વ્યક્તિ પર નકારાત્મક શક્તિઓની અસર હોય તો કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી જ નકરાત્મક શક્તિઓથી છુટકાળો મળે છે.

હનુમાન જ્યંતિના દિવસે સારંગપૂર મંદિરમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના 172 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ભક્ત વગર હનુમાન જ્યંતિની આરતી કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણના કારણે મંદિરના સંતો દ્વારા જ આરતી અને પૂજા પાઠ કરવામાં આવ્યો હતો. હનુમાન જ્યંતી દરમિયાન રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી માટે કોઈપણ ભક્ત અહીં હનુમાન જયંતી દરમિયાન હાજર રહી શક્યું ન હતું. મંદિરના 172 વર્ષ ના ઇતિહાસમાં ભક્તો વગર હનુમાન જ્યંતિની પૂજા અને આરતી કરવામાં આવી હતી.

error: Content is protected !!