કોરોનાએ એક તો સારું કામ કર્યું ૧૬ વર્ષથી છુટા પડેલા ભાઈ બહેનને મલાવી દીધા.

આ વ્યક્તિનું નામ સુરેશ છે. જે 16 વર્ષ પહેલા પોતાન ઘરેથી ગાયબ થઇ ગયા હતા અને પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુક્યા હતા અને પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. પરિવારે ઘણા દિવસ સુધી શોધખોર કરી પણ સુરેશ ના મળ્યો અને પોલીસ ફરિયાદ પણ કરી તો પણ સુરેશનો કોઈ પત્તો લાગ્યો નહિ. ત્યારે પરિવારે માની લીધું કે સુરેશ હવે આ દુનિયામાં નથી રહ્યો.

અચાનક 16 વર્ષ પછી પરિવારને ફોન આવ્યો કે સુરેશ મળી ગયા છે. ત્યારે આ વાત સંભારીને પરિવાર ખુબજ ખુશ થઇ ગયો છે. સુરેશની બહેનનું માની યે તો પૈસાની બાબતે સાસરીવાળાએ તેની સાથે મારપીટ કરી હતી.

તેથી સુરેશનું માનસિક સંતુલન બગડી ગયું હતું. સુરેશ ઘણા વર્ષોથી રોડો પર રહી રહ્યો હતો. આખા દેશમાં અત્યારે લોકડાઉન જેવી સ્થિતિ છે. તેથી સુરેશ એકલો રોડ પર ફરી રહ્યો હતો.

એક દિવસે પોલીસે પૂછ્યું કે એક રોડ પર કેમ ફરો છો. ત્યારે સુરેશ કઈ બોલ્યો નહિ પણ તેને સરનામું પૂછતાં તેને તેના ગામનું નામ યાદ હતું પણ તે ક્યાં આવ્યું છે તેની કોઈ ખબર ન હતી.

ત્યારે પોલીસે તરત જ સુરેશના ઘરે તેની ફોટો મોકલ્યો અને સુરેશની બહેન તેને લેવા તરત જ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ હતી. સુરેશ 2004 થી લાપતા છે. આખરે કોરોનાના લોકડાઉનના કારણે સુરેશ 16 વર્ષ પછી તેના પરિવારે મળી શક્યો.

error: Content is protected !!