મોરબીના આ મહંત લોકોને કોરોના મહામારીથી છુટકારો અપાવવા માટે ૧૬ દિવસથી એક પગ પર ઉભા રહીને કઠોર તપસ્યા કરી રહયા છે.
મોરબીના એક સાધુએ છેલ્લા 16 દિવસથી એક પગે ઉભા રહીને કઠોર તપસ્યા કરી રહ્યા છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને સમગ્ર વિશ્વ માંથી કોરોના મહામારી નાબુત થાય
એ માટે તે છેલ્લા 16 દિવસથી એક પગે ઉભા રહીને કઠોર તપસ્યા શરુ કરી છે. આ સાધુ મૂળ બનાસકાંઠાના અને હાલ હળવદના રાણાબાપના આશ્રમ આશ્રય મેળવતા સાધુનું નામ રતપુરી કેદારપુરી છે.
સાધુ રતપુરી કેદારપુરીએ ભારત માંથી જ નહિ પણ આખા વિશ્વમાંથી કોરોનાની મહામારી દૂર થાય એ માટે મોરબીમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરે અન્નનો ત્યાગ કરીને આ કઠોર તપસ્યા શરુ કરી છે. આ સાધુએ કોરોના મહામારી આખા વિશ્વમાંથી દૂર થાય તે માટે 16 દિવસ માટે અન્ન ત્યાગ કરીને એક પગે ઉભા રહેવાની કઠોર તપસ્યા શરૂ કરી છે.
આ તપસ્યાનો હેતુ ભગવવાને આ કોરોના મહામારીને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા માટે પ્રાર્થના કરવાનો હતો. આ તપસ્યા બાદ સાબરકાંઠાના થરા સુધી ચાલીને અન્ન ગ્રહણ થશે. રતપુરી કેદારપુરી સમાજના કલ્યાણ માટે 16 દિવસ સુધી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરી રહ્યા છે. ધન્ય છે આવા મહંત ને જે લોકોની તકલીફ દૂર કરવા માટે પોતે તકલીફો વેઠે છે.