4 મિત્રો પાસે પૂરતા પૈસા ન હોવા છતાં પણ કોરોના દર્દીના પરિવારને કઈક આવી મદદ કરીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બેસાડી રહ્યા છે, સાહેબ બધા લોકોમાં આવી હિંમત નથી હોતી.
કોરોના કાળમાં ઘણા લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજાની સેવા કરી રહ્યા છે. આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે જ્યા કોરોના દર્દીઓની સેવામાં 4 યુવાનો 15 દિવસથી લાગ્યા છે. જયારે કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલની બહાર ઉભા રહેતા તેમના પરિવારના લોકોની હાલત ખુબજ દયનિય બની જાય છે.
કેટલીક વાર તો તેમને સરખું જમવાનું પણ નથી મળતું અને ભૂખ્યા અને તરસ્યા બેસી રહેવું પડે છે અને આખો દિવસ રિપોર્ટો માટે દોડાદોડી કરવી પડે છે. ગામડામાં સારવારની સુવિધાની અછત હોવાથી
મોટા ભાગના દર્દીઓ મોટા શહેરોમાં સારવાર લેવા માટે આવે છે. હોસ્પિટલની બહાર દર્દીના પરિવારને પડતી તકલીફ જોઈ ને 4 મિત્રોનું હ્રદય પીગરી ગયું અને ત્યારે જ આવા લોકોની મદદ કરવાનું નક્કી કર્યું.
યુવાનો પાસે પણ પૂરતા પ્રમાણમાં પૈસા ન હોવાના કારણે પોતાના મિત્રો પાસેથી આર્થિક મદદ મેળવીને દર્દીના પરિવારોને છેલ્લા 15 દિવસથી બે ટાઈમ ચા , નાસ્તો આપી રહ્યા છે. અને દર્દીના પરિવારના લોકોને બેસવા માટે મંડપ બાંધીને જગ્યા પણ બનાવવામાં આવી છે.
આ એક ખુબજ સરસ વાત કહેવાય કે આજના યુવાનોને લોકોની ચિંતા છે. આવા સમયમાં ઘણા લોકો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને કાળાબજારી કરતા હોય છે. પણ આ યુવાનો પાસેથી લોકો એ કઈ શીખવું જોઈએ.