આ ભાઈ ૧૫ વર્ષથી નવું ઘર બનાવવા માટે પૈસા એક પેટીમાં ભેગા કરતો હતો, પણ જયારે પેટી ખોલી તો તરત જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો…

આ દુનિયામાં તમામે તમામ લોકો તેમની જરૂરિયાતોને પુરી કરવાની માટે ઘણી મહેનત કરતા હોય છે. તેઓ તેમની કમાણીનો એક એક રૂપિયો ભેગો કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

તેવામાં આપણે એવા કેટલાય કિસ્સાઓ સાંભળ્યા જ હશે, કે જે લોકો પુરે પુરી મહેનત કરીને પછી પણ તેમની જરૂરિયાતો અને ગુજરાન ચલાવવામાં મોટી તકલીફનો સામનો કરતા હોય છે.

તેવામાં એક એવો જ કિસ્સો નજર સામે આવ્યો છે, જ્યાં એક ભાઈએ તેનાથી બનતી પુરેપુરી મહેનત કરીને તે કમાયેલા પૈસા બેન્ક એકાઉન્ટમાં મૂકી દેતા હોય છે. પરંતુ આંધ્રપ્રદેશના વિજયવાડામાં આવેલ મૈલાવરમમાં રહેતા બી જમાલીયા તેઓ ભૂંડ પાળવાનો ધંધો કરે છે.

તેમની પાસે કોઈ બેન્ક એકાઉન્ટ નહતું જેથી તેમની પાસે રહેલી એક પેટીમાં તેઓ પૈસા મુક્ત હતા. તે પેટીને તેઓ અંદર મૂકીને ભૂલી ગયા હતા, જયારે જરૂર હશે ત્યારે તેને કાઢશે.

થોડાક વર્ષો વીતી ગયા અને તેમને પૈસાની જરૂર પડી તો પેલી પેટો કાઢી અને તેને ખોલી તો, તેમના પગની નીચેથી જમીન જ ખાંસી ગઈ. તે પેટીમાં ૫ લાખ રૂપિયા હતા અને તે બધા રૂપિયાને ઉધઈ ખાઈ ગઈ હતી.

જેથી તેઓ ત્યાં જ માથું પકડીને રડવા લાગ્યા હતા. આ ભાઈએ તેમનું નવું ઘર બનાવવા માટે તેઓએ આ પૈસા ભેગા કર્યા હતા. ત્યારબાદ તેઓએ આ બધા પૈસા ત્યાં શેરીમાં રમતા બાળકોને આપી દીધા હતા.

error: Content is protected !!