રાજકોટના એક ૧૫ લોકોના પરિવારે કોરોનાને હરાવ્યો છે, તેમની આ ટ્રીકથી તેઓએ કોરોનાને ભગાડ્યો…

ચારેય બાજુ કોરોના જ કોરોના છે અને આ કોરોનાની બીજી લહેર નવું સ્વરુપ લઈને આવી છે, આવા પ્રકોપથી લોકો મરી રહ્યા છે. કોઈ દર્દી ઓક્સિજન વગર તડપી રહ્યા છે તો કોઈ દર્દી વેન્ટેલિટર વગર તડપી રહ્યા છે.

કોરોનાએ એવો પ્રકોપ વરસાવ્યો છે જેથી સરકારની અને આરોગ્યની સિસ્ટમ હાલમાં બિચારી બની ગઈ છે. કોરોનાને જો હરાવવો હોય તો તમારે પહેલા માનસિક મનોબળ અને કોવીડની ગાઇડલાઇન ખુબ જ જરૂરી છે.

કોરોનાએ આપણે જેટલો માનીએ છીએ તેટલો જીવલેણ નથી, ખાલી તેની સામે તમારે સાવચેતી રાખવાની જરૂર છે. તેની વચ્ચે એક મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતો એક રાજકોટનો વૈદ્ય પરિવાર

જેમાં પરિવારના બાળકોની સહીત ૧૫ લોકો સંક્રમિત હતા. જેમાં આ પરિવારના કેટલાક લોકો તો કેન્સર, દમ જેવી ગંભીર બીમારીઓની સામે લડી રહ્યા હતા તો પણ તેમના દ્રઢ મનોબળથી આ કોરોનાને હરાવ્યો છે.

જયારે પરિવારના એક સભ્યને પૂછવામાં આવ્યું તો પરિવારના એક સભ્યએ એવું જણાવ્યું હતું કે, અમે એવું માનતા હતા કે કોરોનાએ એક ગંભીર બીમારી છે. જેવાં અમારા પરિવારના બે સભ્યોને કોરોના થયો તો અમે આખો પરિવાર સજાગ થઇ ગયો

અને પરિવારના બધા જ લોકો કોવિદ સેન્ટરમાં દાખલ કર્યા હતા અને તેમાં અમે બધા લોકોએ એવી રીતે રહેતા હતા કે, કોરોના થયો છે તેવો વિચાર જ આવવા નથી દીધો, જાણે કોઈ ફરવાના સ્થળે આવ્યા હોય તેવી જ રીતે રહ્યા હતા. આખા પરિવારે હસતા હસતા આવી કોરોનાની ગંભીર બીમારીને ભગાડી દીધી છે.

error: Content is protected !!