૧૩ એપ્રિલના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે,તો જાણીલો શુભ મુર્હત.
હિન્દૂ ધર્મમાં આપણા દેવી-દેવતાઓને લગતા કેટલાક તેમની માટે શુભ દિવસો આવ્યા હોય છે અને જેમાં આપણા હિન્દુ કેલેન્ડરનું આ નવું પંચાંગ ૨૦૭૮માં ૧૩ એપ્રિલના દિવસે મંગળવારથી ચાલુ થશે.
અને જેમાં આ આનંદ નામનો તહેવારએ દેશની જનતાને ખુશીઓ આપતો જ રહેશે.આ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ જશે અને આ પવિત્ર એવી ચૈત્રી નવરાત્રી એ ૨૧ મી એપ્રિલ બુધવાર સુધી રહેશે અને આ નવ દિવસના સમયમાં કોઈ પણ વ્યક્તિ જમીન-મકાન સંબંધિત કામની અંદર એક વિશેષ લાભ મેળવવાની સંભાવના પણ હોય છે.
આપણા ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પ.પૂ. મનીષ શર્માના એવું કહ્યું હતું કે આ વર્ષે અશ્વિની નક્ષત્રમાં ચાલુ થશે અને તેમાં તેનો માલિક કેતુ હશે જેથી કરીને આ વર્ષની શરૂઆત મેષ રાશિમાંથી ચાલુ થશે જેથી મંગળ આ નિશાનીનો સ્વામી ગણાય છે.જેનાથી આ સમયએ દરેકની માટે શુભ રહેશે.
૧૩ એપ્રિલની રાત્રે મંગળ વૃષભથી મિથુન રાશિમાં પ્રવેશશે અને જેથી મંગળ વૃષભમાં રાહુ સાથે રહેશે અને આ ગ્રહોના ફેરફારને લીધે બનાવેલા અંગારક યોગનો પણ અંત આવશે અને જેનો એક આ શુભ સંકેત પણ ગણી શકાય છે.બીજા દિવસે એટલે ૧૪ મી એપ્રિલના સવારે સૂર્ય મીન રાશિથી મેષ રાશિમાં જશે અને તેમાં સૂર્યએ ઊંચો રહેશે.
આપણી હિન્દૂ પૌરાણિક માન્યતાની અનુસાર બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદ જે આ વર્ષે ૧૩ એપ્રિલના દિવસે બ્રહ્માંડની રચના થઇ હતી અને તેના પછી આ તારીખની ગણતરીમાં મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.