૧૨ માં ધોરણમાં ભણતી દીકરીએ પોતાના પિતાને લીવરદાનમાં આપી, પિતાનો જીવ બચાવ્યો..
માતા પિતા પોતાના બાળકો માટે દિવસ રાત એક કરી દેતા હોય છે, પણ ઘણા બાળકો મોટા થઇને માતા પિતાની મહેનત અને સંઘર્ષ ભૂલી જાય છે અને ઘડપણમાં તેમને રખડતા કરી દે છે, પણ અત્યારે એક એવી ઘટના સામે આવી રહી છે કે જેને બધા લોકો સલામ કરી રહયા છે.
જ્યાં ૧૨ માં ભણતી દીકરીએ પોતાના પિતાને નવું જીવનદાન આપ્યું.૧૨ માં ભણતી દેવનંદાના પિતાની તબિયત અચાનક જ બગડી ગઈ, હોસ્પિટલમાં તપાસ કરાવતા જણવા મળ્યું કે તેના પિતાનું લીવર ફેલ થઇ ગયું છે અને લીવર ટ્રાંસપ્લાન્ટ કરીને જ તેમનો જીવ બચાવી શકાય છે,
અને આની જાણકારી મળતા જ દીકરી પોતાના પિતાને પોતાનું લીવર દાનમાં આપવા માટે તૈયાર થઇ ગઈ. પણ જે વ્યકતિ ૧૮ વર્ષથી મોટા હોય.તે જ વ્યકતિ પોતાના અંગો દાન કરી શકે છે પણ પોતાના પિતાનો જીવ બચાવવા માટે દેવનંદા છેક કોર્ટમાં પહોંચી ગઈ અને તેને કોર્ટને વિનંતી કરી.
કે તેને પોતાના પિતાને લીવર દાનમાં આપવા માટે પરમિશન આપવામાં આવે અને કોર્ટે તેને પરમિશન પણ આપી દીધી. પરમિશન મળતા જ તે ખુબજ થઇ ગઈ હતી. આ પછી ડોકટરોએ બધા જ રિપોર્ટ કર્યા.
બધા જ રિપોર્ટ નોર્મલ આવતા ડોકટરોએ પણ તેને પરમિશન આપી અને દેવનાનંદનું થોડું લીવર તેના પિતામાં મુકવામાં આવ્યું અને આવી રીતે ૧૭ વર્ષની દીકરીએ પોતાના પિતાને નવું જીવનદાન આપ્યું. કહેવાય છે કે દીકરો માતા પિતાના દુઃખને અવગણે પણ દીકરી પોતાના માતા પિતાના દુઃખને દૂર કરવા પોતાનો જીવ આપવા પણ તૈયાર થઇ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.