ધોરણ 10 પછી શું ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ 12 ના વિદ્યાર્થીઓમા આશા બંધાઈ છે કે તેમને પણ માસ પ્રમોશન મળી શકે છે? ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરણ 12 ના માસ પ્રમોશનને લઈને એક મોટી જાહેરાત કરી છે. કે હાલ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોઈ પણ આયોજન નથી.

જયારે પણ રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવશે ત્યાર પછી ધોરણ 12 ની પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાથી કોલેજના એડમિશનમાં ભારે તકલીફો સર્જાઈ શકે છે માટે હાલ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે કોઈ આયોજન નથી. આ સિવાય ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે.

આવનાર સમયમાં 10 ના વિદ્યાર્થીઓને એડમિશન લઈને પણ ઘણી સામસ્યા થઇ શકે છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના કોલેજના એડમિશન માટે અલગ અલગ યુનિવર્સીટી એટ્રેન્સ પરીક્ષા લે છે.

માટે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું ખુબજ મુશકેલ છે. આનાથી ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. એટલા માટે હાલ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

error: Content is protected !!