એક બાજુ ૧૦૮ વગર તો દર્દીઓને હોસ્પિટલમાં એન્ટ્રી જ નથી આપવમાં આવતી, પણ શું તમે જાણો છો હાલમાં ૧૦૮ ની સ્થિતિ કેવી છે ?
હાલમાં કોરોનાએ બીજી લહેરનો ઉથલો માર્યો છે જેની વચ્ચે દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યા છે. લોકોને હોસ્પિટલની બહાર ૨-૩ કલાકનું વેટીંગ ચાલી રહ્યું છે. તેની વચ્ચે ૧૦૮ જેને કેટલાય દર્દીઓના અત્યાર સુધી હોસ્પિટલમાં પહોંચાડીને જીવ બચાવ્યા છે.
આ ૧૦૮ એ અનેક લોકોના જીવ બચાવ્યા છે અને કોલ કરવાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ જે તે વ્યક્તિઓની પાસે પહોંચી જાય છે અને આજના દિવસોમાં ૧૦૮ લાચાર બની ગઈ છે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જે ૧૦૮ ગણતરીની મિનિટોમાં વ્યક્તિ જોડે પહોંચી જતી હતીએ ૧૦૮ આજે બે દિવસો સુધી દર્દીઓની જોડે નથી પહોંચી શકતી. જેથી કરીને આખા રાજ્યમાંથી ૧૦૮ ને લઈને ફરિયાદો થઇ રહી છે.
કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે, મેં કોલ ૩ દિવસ પહેલા કર્યો હતો અને હાલ સુધી ૧૦૮ નથી આવી. આવી કેટલીક ફરિયાદો અત્યારે રાજ્યના કેટલાય લોકો કરી રહ્યા છે. હાલમાં હોસ્પિટલોની બહાર જ એક ૧૦૮ ને ૩-૪ કલાકનું વેઇટિંગ કરવું પડે છે અને તેનાથી ૧૦૮ ને મોટી તકલીફ પડી રહી છે. આમ ૨-૩ દિવસ લાગી રહ્યા છે દર્દીને લેવા જવા માટે.
હાલમાં એટલી સ્થિતિ ખરાબ થઇ ગઈ છે કે તેનાથી નવા કોઈ દર્દીને વધારે તકલીફ હોય તો, તેમને બે ત્રણ દિવસ રાહ જોવી પડે છે અને કદાચ ત્યાં સુંધી તો આ દર્દીની સ્થિતિ બહુ જ ખરાબ બની ગઈ હોય. આમ હાલ ૧૦૮ ની સ્થિતિ પણ બહુ જ ગંભીર બની ગઈ છે અને મોટી સંખ્યામાં વેઇટિંગ પણ ચાલી રહ્યું છે દર્દીઓને લેવા જવાની માટે.