એક પણ મિનિટ ફ્રી નથી રહેતી આ ૧૦૮ ની સેવા અને ફરજ બજાવતા લોકો

હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ બહુ જ ખરાબ છે અને તેની વચ્ચે દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યા છે દવાખાનાની બહાર લાઈનો પણ લાગી ગઈ છે અને મોટી વેઇટિંગ પણ થઇ રહી છે અને લોકોના મૃત્યુ પણ હાલમાં વધારે થઇ રહ્યા છે અને તેમને લઇ જવાની માટે શબ વાહિનીઓ પણ ખૂટી રહી છે.હાલમાં હોસ્પિટલોમાં પણ પોઝિટિવ લોકોને લઇ જવાની માટે ૧૦૮ ની પણ મોટી ભીડ જોવા મળી રહી છે.

જયારે ૧૦૮ના કંટ્રોલ રૂમની સાથે વાત ચિત કરવામાં આવી તો એવું જાણવા મળ્યું હતું કે,૧૦૮ સેન્ટરમાં રાજ્ય ભરમાંથી કેટલાય ફોનો આવી રહ્યા છે અને અહીંના કર્મચારીઓ એક મિનિટ માટે પણ ફ્રી નથી પડતા

અને કોરોનાની આવી ખરાબ સ્થિતિમાં કેટલાય દર્દીઓ હાલમાં ફોન ઉપર ફોન કરી રહ્યા છે અને મદદની પુકાર પણ કરી રહ્યા છે.આવી રીતે કોરોના વધી રહ્યા છે અને તેવામાં છેલ્લા એક અઠવાડિયાની અંદર જ ૧ લાખ ૮૨ હાજર જેટલા ઇમર્જન્સી ફોન આવી ગયા છે.

આટલા ફોન એ ૧૦૮ ના ઇતિહાસમાં પહેલી વાર કોલ આવ્યા છે અને તેની વચ્ચે ૧૦૮ નો ઉદ્દેશ જ સેવાનો છે તેની વચ્ચે કર્મચારીઓ નિસ્વાર્થ ભાવે લોકોના ફોન કોલ ઉપાડીને વિનમ્રતાથી જવાબ આપે છે અને તેમની સેવા કરવાની માટે હંમેશા તત્પર રહે છે.

હાલમાં ૧૦૮ ની માટે લોકો નિરાશ છે પણ ત્યાં સતત તેમને એટલા ફોન આવે છે કે તેઓ ને પણ એક મિનિટનો સમયે નથી રહેતો અને ફોન કર્યા પછી પણ ૧૦૮ આવતી નથી આવા આક્ષેપો પણ કેટલાય લોકો કરતા હોય છે

કેમ કે તેમને આવી સ્થિતિની ખાસ ખબર નથી એ લોકો એ પણ નથી જાણતા કે,એમ્બ્યુલન્સની સંખ્યા પણ હાલમાં ખૂટી પડી છે અને તેનો સામનો હાલ લોકો કરી રહ્યા છે.

error: Content is protected !!