દસમું બારમું ભણેલા લોકો ડોક્ટર બનીને કોરોનાના દર્દીઓની સારવાર કરીને પૈસા છાપી રહ્યા છે જયારે…

દેશભરમાં કોરોનાએ માંથી ઊંચક્યું હતું, તે વખતે દરેક લોકોએ તેમનું જીવન જીવવા અને હોસ્પિટલમાં પોતાના દર્દીને દાખલ કરવા માટે બહુ જ તકલીફ પડી હતી. બીજી અને ઘાતકી લહેરમાં લોકોને ઓક્સિજનવાળો બેડ, ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની પણ કાળાબજારી કરીને લોકો છેડા કરતા હતા.

તેવામાં હાલમાં એક એવો કિસ્સો નજરે પડ્યો છે, આ કિસ્સો રાજકોટનો છે અહીંયા બોગસ ડોકટરો ઝડપાયા છે. રાજકોટ પોલીસે છેલ્લા ચાર દિવસમાં ચાર જેટલા નકલી ડોક્ટરોને ઝડપ્યા છે.

આ પકડેલા ડોક્ટરોમાંથી કોઈએ ધોરણ દસ કે બાર સુધી જ ભણ્યા છે. આ નકલી તબીબો ૩૦ રૂપિયાની ફી લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કર્યા હતા.

આ નકલી તબીબોને મેડિકલનો કોઈ અનુભવ પણ ન હતો, તેમ છતાં આ તબીબોએ ક્લિનિક ખોલીને સારવાર ચાલુ કરી હતી. આ પોલીસને બાતમી મળી હતી અને તેના આધાર પરથી પોલીસે આ લોકોને ઝડપી નાખ્યા હતા. રાજકોટમાં પાંચ મહિનામાં નવ જેટલા નકલી તબીબોને ઝડપ્યા છે.

error: Content is protected !!