બે મિત્રોએ નોકરી કરવાને બદલે ખાલી દસ હજાર રૂપિયાથી નવો ધંધો ચાલુ કર્યો હતો અને આજે તે બંને મિત્રો લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે.

ઘણા લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે મોટી મહેનત કરતા હોય છે, અને તેમની મહેનત રંગ લાવતી હોય છે અને તેઓ તેમના જીવનમાં સફળ થતા હોય છે. આજે આપણે એક બે મિત્રો વિષે જાણીએ જેઓ દસ હજાર રૂપિયાના રોકાણથી ચાલુ કરેલો ધંધો આજે દર મહિને લાખો રૂપિયા સુધી પહોંચાડ્યો છે. આ બે મિત્રોનો નામ આર્ય અને ઉપેન્દ્ર યાદવ છે.

આ બંને મિત્રોએ એક સાથે અભ્યાસ કર્યો હતો અને જેમાં દયા બુલંદશહેરનો રહેવાસી છે અને ઉપેન્દ્ર અલીગઢના છે. વર્ષ ૨૦૧૨ માં તેઓએ MBA નો અભ્યાસ પૂરો કર્યો હતો. પછી તેઓએ કંઈક કરવાનું નક્કી કરી લીધું અને કેટલીક વખતે બંને મિત્રોએ ઠોકરો ખાધી હતી. એક વખતે તેઓએ વિચાર્યું કે ડિજિટલ માર્કેટિંગ કરે અને તેમાં આગળ વધે.

પછી તે બંનેએ ડિજિટલ માર્કેટિંગ અને ટી-શર્ટ ઓનલાઈન વેચવાનું ચાલુ કર્યું હતું, તેઓએ તેમનો આ સ્ટાર્ટઅપમાં દસથી વિસ હજાર રૂપિયાથી ચાલુ કર્યું હતું. તેઓએ તેમની સ્ટોરનું નામ ટ્રીમ ટ્રીમ સ્ટોર આપ્યું. પછી લોકોની માંગના હિસાબે તેની પર પ્રિન્ટિંગ પણ કરતા હતા.

તેમનો આ ધંધો આગળ વધવા લાગ્યો હતો. તેમની પોતાની વેબસાઈટ બનાવી લીધી અને ધીમે ધીમે બીજી ઘણી બધી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સાથે પણ જોડાવવા લાગ્યા હતા.

ત્યારબાદ તેઓએ તેમનો જ એક પ્રિન્ટિંગ યુનિટ બનાવી લીધો હતો. વર્ષ ૨૦૧૯ માં ચાલુ થયેલ આ કામ વર્ષ ૨૦૨૦-૨૧ માં ૯૫ લાખ રૂપિયા થયો હતો અને હવે આવનારા વર્ષે બે કરોડ સુધી ટર્ન ઓવર થવાની તેમની ધારણા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!