શહીદ જવાનનની અંતિમયાત્રામાં તેમની ૧ વર્ષની દીકરી પપ્પા પપ્પા કહેતી રહી, આ જોઈને અંતિમયાત્રામાં જોડાયેલ દરેક લોકો ભાવુક થઇ ગયા.

દેશના જવાનો પોતના જીવની ચિંતા કર્યા વગર દેશની સેવા કરે છે. આવો જ એક ભારત માતાનો વીરપુત્ર જાલિમ સીંગ ગોદામ દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા. જાલિમ સીંગ ગોદામ CRPF ની ટુકડીમાં

પોતાની ફરજ બજાવતા હતા. જાલિમ સીંગ માર્ચ મહિનામાં શહીદ થયા હતા. શહિદના ઘરે ઘરડા માતા પિતા અને ૧ વર્ષની દીકરી પોતાના પિતાની રાહ જોઈ રહી હતી.

જયારે જવાનના શહીદીના સમાચાર તેમના ઘરે પહોંચ્યા કે આખું ગામ શોકમાં ડૂબી ગયું. શહીદની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા. જયારે તેમનો અંતિમસંસ્કાર માટે લઇ જવાતા હતા. ત્યારે પોતાના દીકરાને જોઈને ઘરડા પિતાનો દર્દ છલકાઈ ગયો અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા.

શહીદની અંતિમ યાત્રાના તેમની 2 વર્ષની દીકરી આવી હતી. દીકરી પોતાના પિતાને પપ્પા પપ્પા કહેતી રહી પણ પિતા ના ઉઠ્યા. પિતાએ રોતા રોતા બધાને કહ્યું કે મને મારા દીકરા પણ ખુબજ ગર્વ છે. દીકરી પોતાના પિતાની સાથે રમવાની રાહ રહી હતી પણ દીકરીને શું ખબર કે તેના પિતા હવે તેની સાથે નહિ રમી શકે.

શહીદની અંતિમ યાત્રામાં આવેલા હજારો લોકોને જોઈને માતા પિતાને પણ થયું કે મારા દીકરાનું સમાજમાં કેટલું માન છે. આ જોઈને પિતાની છાતી ગજગજ ફૂલી ગઈ. આ પરિવારનો એકનો એક દીકરો શહીદ થઇ ગયો. આ ગામને આ શહીદ વીર પર ગર્વ છે. દીકરી પણ પોતાના પિતાને પુકારતી રહી પણ તેના પિતા હવે કયારેય પાછા નહિ આવે.

error: Content is protected !!